- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના મહામારીને ધ્યાને રાખીને તાહેવારોની સીઝનમાં સાવચેતી રાખવા માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવી ગાઈડલાઈન્સ હેઠળ કંટેનમેંટ ઝોનની અંદર કોઈ પણ તહેવારના કાર્યક્રમોનું આયોજન કરવામાં નહીં આવે. સાથે જ પુજા, મેળા, રેલીઓ, પ્રદર્શની, સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને પણ વિશેષ આદેશ દેવામાં આવ્યાં છે. ચાલો આપણે જાણીએ કે સરકારે શું માર્ગદર્શિકા બહાર પાડી છે…
નિયમોનું ધ્યાન રાખીને કરવું પડશે કાર્યક્રમોનું પ્લાનિંગ
૧૭મી તારીખથી નવરાત્રી શરૂઆત થઈ જશે. આ દરમિયાન સમગ્ર દેશમાં પડાંલ લગાવવામાં આવે છે. તે સિવાય અનેક પ્રકારના મેળા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ગાઈડલાઈન્સ પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો માટે પ્લાનિંગ કરવી પડશે અને ભીડ ભાડ અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પુરૂ ધ્યાન રાખવું પડશે. ફિઝિકલ ડિસ્ટન્સીંગ માટે જમીન ઉપર નિશાન લગાવવા પડશે. જેનાથી વચ્ચેની જગ્યાનું અંતર 6 ફૂટ રાખવું પડશે. કાર્યક્રમમાં વ્યવસ્થાપકોને સેનેટાઈઝર અને થર્મલ ગનની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની રહેશે. સાથે જ જે જગ્યા ઉપર કાર્યક્રમ કરવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરા અનિવાર્ય બનશે જેનાથી સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરી શકાય.
કોરોના સંબંધી નિયમોનું પાલન
ધાર્મિક કાર્યક્રમો દરમયાન ફિઝિકલ ડિસ્ટેન્સીંગ અને માસ્ક અનિવાર્ય રહેશે અને મહત્વપૂર્ણ બની રહેશે. તે સિવાય ધાર્મિક રેલીઓના રૂટ પ્લાનિંગ પણ પહેલાથી કરવામાં આવશે. મૂર્તિ વિસર્જનની જગ્યા પણ પૂર્વ નિર્ધારિત રહેશે.
કેવી રીતે થશે પૂજા
ધાર્મિક સ્થાનો, પંડાલોમાં મૂર્તિઓને અડવાની મનાઈ રહેશે. કોરોના સંક્રમણને જોતા સામૂહિક, ધાર્મિક ગાવામાં અને કાર્યક્રમોની મનાઈ રહેશે. તે જગ્યા ઉપર રિકોર્ડેડ ધાર્મિક સંગીત વગાડી શકાશે. કમ્યુનિટી કિચેન, લંગરોમાં સોશિયલ ડિસ્ટેન્સીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. કમ્યુનિટી કિચેન વાળાને સાફ સફાઈનું પુરૂ ધ્યાન રાખવાનું રહેશે.