- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
india-news
|
July 16, 2019, 7:20 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : છ મહિના પહેલા ફાઈટર જેટ મિરાજ 2000 ક્રેશ થયું હતું, જેમાં સ્ક્વાડ્રન લીડર સમીર અબરોલ સહિત બે પાયલોટો શહિદ થયા હતા. આ ફાઈટર જેટ ક્રેશ થયા બાદ સમીર અબરોલની પત્ની ગરિમા અબરોલ એ સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે પતિના મૃત્યુ બાદ સૌને ભાવુક કરી દે તેવો સંદેશ ફેસબુક પર શેર કર્યો હતો.
આ પોસ્ટમાં ગરિમાએ ઇન્ડિયન એર ફોર્સનાં ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થવા અંગે સવાલો પણ કર્યા હતા. સાથે-સાથે ભારત સરકાર સામે આ દુર્ઘટનાની તપાસ કરવાની માંગણી પણ કરી હતી. પતિ સમીર અબરોલ શહીદ થયા ત્યારબાદ ગરીમાએ નિર્ણય લીધો હતો કે, તે પણ પતિની જેમ ઇન્ડિયન એરફોર્સમાં જોડાશે.
ગરીમાએ સર્વિસ સિલેક્શન બોર્ડની પરીક્ષા પાસ કરી
- સ્ક્વાડ્રન લીડર સમીર અબરોલની પત્ની ગરિમા અબરોલે સર્વિસ સિલેક્શન બોર્ડની પરીક્ષા પાસ કરી લીધી છે અને હવે તે બહુ જલદી ઇન્ડિયન એરફોર્સ અકેડમી જૉઇન કરી શકે છે.
- એએનઆઈના રિપોર્ટ અનુસાર, ગરિમાએ વારાણાસીમાં થયેલ એસએસબીની પરીક્ષા પાસ કરી છે. ત્યારબાદ તે તેલંગાણા સ્થિત ડુંડીગલમાં ઈન્ડિયન એર ફોર્સની અકેડમી જૉઇન કરી શકે છે.
- સ્ક્વાડ્રન લીડર સમીર અબરોલનું ફાઇટર જેટ મિરાજ 2000 ક્રેશ થવાથી સમીર અબરોલનું મૃત્યુ થયું હતું. સમીર અબરોલ તેમના સાથી સિદ્ધાર્થ નેગી સાથે બેંગલુરૂમાં મિરાજ 2000નો ફ્લાઇંગ ટેસ્ટ કરી રહ્યા હતા અને ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું. જેમાં બંને પાઇલટનું મૃત્યુ થયું હતું. આ ઘટના આ વર્ષના ફેબ્રુઆરીમાં થઈ હતી.
Web Title: Martyr Squadron Leader Samir Abrol’s Wife is all set to join Air Force
Latest