- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

અમદાવાદ : મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના મહત્વના પક્ષ શિવસેનાના અંદાજે 20થી વધુ ધારાસભ્યો મુંબઈ છોડીને હવે સુરત આવી પહોંચ્યા છે. જોકે શિવસેનાના આ 20 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાં સરકાર તોડવી સંભવ નથી. અપક્ષ ઉમેદવારો અને નાના પક્ષોના ધારાસભ્યોના સપોર્ટ થકી સરકાર બચાવી શકે છે પરંતુ બીજેપીને સરકાર બનાવવા માટે અન્ય ધારાસભ્યોની જરૂર પડી શકે છે.
મળતા અહેવાલ અનુસાર કોંગ્રેસના પણ ધારાસભ્યો આ ખેંચતાણમાં તૂટી શકે છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના કોંગ્રેસના 10 ધારાસભ્યો પણ છેડો ફાડી શકે છે અને નવી બીજેપી સરકારને સપોર્ટ આપી શકે છે.
ભાજપના મહારાષ્ટ્રના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ એક દિગ્ગજ નારાજ કોંગ્રેસ નેતા સાથે સંપર્કમાં છે. આ નેતાએ કોંગ્રેસના વધુ 10 ધારાસભ્યોને પાર્ટીથી છૂટા થઈને બીજેપીની સરકારને સપોર્ટ આપવા મનાવવાનો પ્રયાસ કર્યો છે. પાટીલનું આ સમ્રગ મુદ્દે મૌન દર્શાવી રહ્યું છે કે હજી ભાજપને સરકાર રચવામાં અડચણો આવી શકે છે અને અઢી વર્ષ અગાઉ થયેલ અજિત પવારના ફિયાસ્કા જેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે મોટા આંકડા સાથે સરકાર રચવા માટેનો દાવો રજૂ કરાશે અને તેમાં કોંગ્રેસના શક્ય તેટલા અને અન્ય અપક્ષ ધારાસભ્યોને સાથે લઈને આગળ વધવાની પડદા પાછળ યોજના પાટીલ ઘડી રહ્યાં હોવાના સંકેત છે.