- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : ભારતના રિયલ્ટી સેક્ટરે સકારાત્મક વૃદ્ધિ ચાલુ રાખી છે અને વર્ષ 2006થી અત્યાર સુધીમાં 62.8 અબજ ડોલર એટલે લગભગ રૂ. 4.81 લાખ કરોડનું સંસ્થાકીય રોકાણ આકર્ષવામાં સફળ રહ્યુ છે.
એક ખાનગી અહેવાલ મુજબ વર્ષ 2014માં શરૂ થયેલી સુધારાની ચાલ બાદ જંગી મૂડીરોકાણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં થયુ છે. વર્ષ 2006થી માર્ચ 2022 સુધીમાં 62.8 અબજ ડોલરનું સંસ્થાકીય રોકાણ આવ્યુ છે જેમાંથી 51 ટકા રોકાણ વર્ષ 2015 બાદ આવ્યુ છે, જે રકમની દ્રષ્ટિએ 36.7 અબજ ડોલરનો મૂડીપ્રવાહ દર્શાવે છે.
રેરા એક્ટ, બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એક્ટ જેવા કાયદાઓથી રિયલ એસ્ટેટમાં વ્યાપક સુધારો, પારદર્શિતા, જવાબદારી, પ્રોફેશનલ મેનેજમેન્ટ જેવી બાબતો આવ્યા છે. અને મકાન-ફલેટ ખરીદનાર લોકોના હિતોને રક્ષણ મળ્યુ છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ હાલ સોદાની સંસ્થા ઘણી જ પ્રોત્સાહક છે તેમજ ચાલુ વર્ષે માર્ચ ક્વાર્ટરમાં 94.3 કરોડ ડોલરના સોદા સાથે અને પાઇપલાઇનમાં ઘણા મોટા સોદા સાથે અમે વર્ષ 2022માં રોકાણની સંખ્યા કોરોના મહામારી પૂર્વેના સ્તરે પહોંચી જવાની અપેક્ષા રાખીયે છીએ.