- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : ભારત પહેલીવાર અમેરિકામાંથી 47,000 ટન યુરિયાની આયાત કરી રહ્યુ છે. આ માટે ટેક જાયન્ટ સેમસંગે ભારતમાં મેંગ્લોર ખાતે માલ મોકલવા માટે ન્યુ ઓરલેન્સ પર કન્સાઇમેન્ટ લોડ કરવાનું શરૂ કરી દીધુ છે.
એક મીડિયા અહેવાલ મુજબ યુરિયાનો આ જથ્થો ચાલુ સપ્તાહના અંત સુધી લોડ થવાની અપેક્ષા છે. અમેરિકાથી યુરિયાની આયાતનો ખર્ચ પ્રતિ ટન 716.5 ડોલર છે, જેમાં 65 ડોલરનો ફ્રેઇટ કોસ્ટ અને 10થ 15 ડોલર લોડિંગ ખર્ચ સામેલ છે. આમ યુરિયાની ફ્રી-ઓન- બોર્ડ (એફઓબી) ઓરિજન પ્રાઇસ ટન દીઠ 635થી 640 ડોલર છે. અત્યાર સુધી અમેરિકા સંજોગો અનુસાર યુરિયાની નિકાસ કરતુ હતુ. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર અમેરિકાએ ભારતને વર્ષ 2019-20માં માત્ર 1.47 ટન, વર્ષ 2020-21માં 2.19 ટન અને વર્ષ 2021-22માં 43.71 ટન યુરિયાની નિકાસ કરી હતી.
અમેરિકાથી આ આયાત આગામી ખરીફ સીઝનમાં ખાતરની પુરતી સપ્લાય કરવામાં અને કૃષિ ઉત્પાદન વધારવામાં મદદરૂપ બનશે
અમેરિકાથી 47,000 ટન યુરિયાનો જથ્થો ચાલુ સપ્તાહના અંતે લોંડિંગ થવાની ધારણા છે, જે રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડના આયાત ટેન્ડર ઉપરાંતનો છે. આ સરકારી કંપનીએ વિવિધ સપ્લાયરો સાથે 16.5 લાખ ટન યુરિયાની આયાત માટે કરાર કર્યા છે.
ભારતે વર્ષ 2021-22માં કુલ 6.52 અબજ ડોલરની મૂલ્યના 101.6 લાખ ટન યુરિયાની આયાત કરી હતી. જેમાં ચીનથી 27.9 લાખ ટન, ઓમાનથી 16.2 લાખ ટન), સંયુક્ત આરબ અમીરાતથી 10.6 લાખ ટન, ઇજિપ્ત અને યુક્રેન પ્રત્યેકથી 07.5 લાખ ટન, કતારથી 05.8 લાખ ટન અને સાઉદી અરેબિયાથી 05.0 લાખ ટન આયાત કરાઇ હતી.