- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : મોંઘવારીના ભારણ વચ્ચે દેશની નાણાંકીય ખાધ એપ્રિલ-જૂન દરમિયાન રૂ. 3.52 લાખ કરોડ રહી છે. આ આંકદો સમગ્ર નાણાંકીય વર્ષ માટે બજેટમાં મુકવામાં આવેલ લક્ષ્યાંકના 21.2 ટકા છે.
કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ દ્વારા 29 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિકગાળા માટે રાજકોષીય ખાધ રૂ. 3.52 લાખ કરોડ રહી છે, જે ગત વર્ષ 2022ના પ્રથમ ત્રણ મહિનામાં રૂ. 2.74 લાખ કરોડ હતી. આ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રાજકોષીય ખાધ વાર્ષિક ધોરણે 28.3 ટકા વધુ છે.
બીજી બાજુ ખર્ચના મોરચો સરકારનો સબસીડિનો બોજ ઘટવા છતાં રાજકોષીય ખાધ વધી છે. જૂન ક્વાર્ટરમાં ખાદ્ય અને ખાતર સબસીડિ પાછળ સરકારનો ખર્ચ ઘટીને આશરે રૂ. 68,000 કરોડ જેટલો થયો છે જે વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિકમાં રૂ. 1 લાખ કરોડથી પણ વધારે હતો.
કેન્દ્રએ નાણાકીય વર્ષ 2023 માટે 16.61 લાખ કરોડ રૂપિયાની રાજકોષીય ખાધનો લક્ષ્યાંક સામાન્ય બજેટમાં રાખ્યો છે.
જૂન મહિનામાં રાજકોષીય ખાધ અધધ...1.48 લાખ કરોડ રહી હતી. જોકે આ ખાધ સરકારને મેના અંતમાં જાહેર કરેલ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી કાપથી થયેલ આવક નુકશાનીને કારણે છે.
માર્કેટ એક્સપર્ટસના અંદાજ અનુસાર એક્સાઈઝ ડ્યુટીમાં કાપથી કેન્દ્રની આવક FY23 માં રૂ. 80,000 કરોડથી વધુનો ઘટાડો થવાની આશંકા છે. જૂનમાં એક્સાઇઝ ડ્યુટીની વસૂલાત રૂ. 30,402 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 1.8 ટકા ઓછી છે.