- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

Ashwini Vaishnav
5G સ્પેક્ટ્રમની હરાજી જૂનના આરંભમાં થવાની શક્યતા
નવી દિલ્હી, તા.28
ભારતમાં ફાઇવ-જી નેટવર્કની સુવિધા શરૂ કરવા માટે તેના સ્પેક્ટ્રમની હરાજી સરકાર જૂન મહિનાના આરંભમાં કરી શકે છે.
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે, ટેલિકોમ વિભાગ નિર્ધારિત સમય મર્યાદામાં રહીને કામગીરી કરી રહ્યુ છે અને સ્પેક્ટ્રમ ભાવ નિર્ધારણ સંબંધિત ઉદ્યોગજગતની ચિંતાઓનું સમાધાન લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ટેલિકોમ નિયામક ટ્રાઇએ દેશમાં ઝડપથી ફાઇવ-જી સેવા શરૂ કરવા માટે એક વ્યાપક હરાજીની યોજના તૈયાર કરી છે. ડિજિટલ કોમ્યુનિકેશન કમિશન ટ્રાઇની ભલામણો પર વિચારણા કરશે અને સ્પષ્ટીકરણ માટે તેમનો સંપર્ક કરશે.
ટ્રાઇએ વિતેલા દિવસોમાં ફાઇવ-જી સર્વિસ અંગે 30 વર્ષથી વધારે સમય માટે વિવિધ બેન્ડમાં રૂ. 7.5 લાખ કરોડથી વધારે મૂલ્યના સ્પેક્ટ્રમની હરાજીની ભલામણ કરી હતી. નિયામકે મોબાઇલ સેવાઓ હેતુ સ્પેક્ટ્રમ વેચાણ માટે જે કિંમતની ભલામણ કરી છે તે રિઝર્વ કે બેઝ પ્રાઇસ કરતા 39 ટકા નીચી છે.