- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com/
નવી દિલ્હી : દેશમાં આર્થિક ગતિવિધિઓ અને પરિવહન વધવાની સાથે સાથે ઇંધણની વપરાશ પણ સતત વધી રહી છે. મે મહિનામાં વાર્ષિક તુલનાએ ઇંધણની વપરાશ 23.8 ટકા વધીને 182.7 લાખ ટન નોંધાઇ છે.
ગત મહિને ઇંધણના વપરાશમાં વધારો એ એપ્રિલ 2021 બાદ વાર્ષિક ધોરણે સૌથી મોટો ઉછાળો છે જે લો-બેઝ ઇફેક્ટને આભારી છે, કારણ કે તે વખતે કોરોના મહામારીની ભયંકર બીજી લહેરથી દેશભરમાં કડક પ્રતિબંધો લાદવામાં આવતા ઇંદણની માંગ-વપરાશ ઓછી રહી હતી. ઉપરાંત એપ્રિલની તુલનાએ પણ 0.4% નો સામાન્ય વધારો થયો છે.
અલબત્ત વધતી મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઊંચા ભાવને કારણે આગામી થોડાક મહિનામાં ઇંધણના વપરાશ પર તેની અસર થવાની સંભાવના છે. ઈંધણની ઊંચી કિંમતોએ સમગ્ર દુનિયાને મુશ્કેલીમાં મુકી દીધી છે.
ડીઝલનો વપરાશ વાર્ષિક ધોરણે મે મહિનામાં 31.7% વધીને 72.9 લાખ ટન થયો છે અને બે વર્ષ પૂર્વેની સરખામણીમાં લગભગ 32.6 ટકા વધારે છે. તો પેટ્રોલનું વેચાણ વાર્ષિક તુલનાએ 51.5 ટકા વધીને 30.2 લાખ ટન થયુ છે. તો રાંધણગેસનો વપરાશ વાર્ષિક અને માસિક તુલનાએ નજીવુ ઘટીને 21.7 લાખ ટન થયુ છે.