- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : નાણાંપ્રધાને સંભવિત આંકડા રજૂ કરતા જણાવ્યું કે પંજાબ નેશનલ બેંકને 16,000 કરોડ આપવાની જાહેરાત કરી છે. કેનેરા બેંકને પણ 6500 કરોડના ઈન્ફયુઝનની જાહેરાત કરી છે.
રીકેપિટલાઈઝેશન પેટે ઈન્ડિયન ઓવરસીસ બેંકને રૂ. 3800 કરોડ, ઈન્ડિયન બેંકને 2500 કરોડ, બેંક ઓફ બરોડાને 7000 કરોડ આપવાનો નિર્ણય કર્યો છે.
યુકો બેંકને 2100 કરોડ, સેન્ટ્રલ બેંકને 3300 કરોડ અને યુનિયન બેંકને પણ 11,700 કરોડ આપવાની જાહેરાત થઈ છે.
આ સિવાય કેન્દ્ર સરકારે પંજાબ એન્ડ સિંઘ બેંકને પણ 750 કરોડ રૂપિયા અને 1600 કરોડ યુનાઈટેડ બેંકમાં મૂડી ઉમેરણ તરીકે આપવાની માહિતી આપી છે.
આ સાથે કુલ બેંક રીકેપિટલાઈઝેશનનો આંકડો 55,250 કરોડ પહોંચ્યો છે. ગત સપ્તાહે જ નિર્મલા સીતારમણે બેંકો માટે બજેટમાં જાહેર કરેલ રીકેપિટલાઈઝેશનમાંથી 70,000 કરોડના અપફ્રન્ટ ચૂકવણી(એક સાથે) કરવાની જાહેરાત કરી હતી.