- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી, તા.12
લાંબી તપાસને અંતે EDએ ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ WazirXના બેંક ખાતાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. વઝીરએક્સે સોમવારે 12 સપ્ટેમ્બરે માહિતી આપી કે કંપનીએ તપાસમાં EDને સંપૂર્ણ સહકાર આપ્યો અને તમામ જરૂરી વિગતો આપી છે. તપાસ પૂર્ણ થયા બાદ EDએ વઝીરએક્સના ખાતાને અનફ્રીઝ એટલેકે મુક્ત કરી દીધા છે.
Crypto એક્સચેન્જ WazirXએ બ્લોગમાં જણાવ્યું કે ઝીણવટભરી, આંતરિક તપાસ કર્યા બાદ WazirXને જાણવા મળ્યું કે EDએ જે યુઝર્સની માહિતી માંગી હતી તે યુઝર્સોને અમે પહેલાથી જ શંકાસ્પદ માની રહ્યાં હતા અને તેમને 2020-2021માં જ બ્લોક કરી દીધા હતા.
WazirX-Binanceમાં ખટરાગ :
ભારતના સૌથી મોટા ક્રિપ્ટો પ્લેટફોર્મ વઝીરએક્સ સામે EDની તપાસ શરૂ થયા બાદ કંપનીને મસમોટો આંચકો લાગ્યો હતો. અમેરિકન ક્રિપ્ટો એક્સચેન્જ કંપની Binanceએ પણ WazirX સાથેના સંબંધો તોડી નાખ્યા. EDએ WazirXના એકાઉન્ટ સીલ કર્યા હોવાથી Binance CEO ચાંગપેંગ ઝાઓએ કહ્યું કે તેઓ WazirXના માલિક નથી. જ્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે આ ડીલ બંને વચ્ચે 2019માં થઈ ગઈ હતી. આ જોડાણ મુદ્દે 6 ઓગસ્ટ અને 7 ઓગસ્ટના રોજ વઝિરએક્સના સહ-સ્થાપક નિશ્ચલ શેટ્ટી અને ઝાઓ વચ્ચે ટ્વિટર વોર પણ જામ્યું હતુ.
WazirXએ સોમવારે બ્લોગ દ્વારા જાણકારી આપી કે ઇડીએ 16 ફિનટેક કંપનીઓ અને ઇન્સ્ટન્ટ લોન એપ્સ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. તેમાંથી કેટલીક એપ દ્વારા વઝિરએક્સના પ્લેટફોર્મનો ઉપયોગ થયો છે. વઝિરએક્સે તપાસમાં EDને સંપૂર્ણ સહકાર આપ્યો છે અને તમામ જરૂરી માહિતી પ્રદાન કરી છે. આ સિવાય જે કંપનીઓ સામે આક્ષેપો થયા છે તેમના દસ્તાવેજો પણ તપાસ એજન્સીને સોંપવામાં આવ્યા છે.