- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ચીનની કંપનીઓ અને નાગરિકો સાથે સંકળાયેલી 12 નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી)ના ખાતાઓમાં પડેલી રૂ. 105 કરોડથી વધારે થાપણ જપ્ત કરી લીધી છે.
આ એનબીએફસી કંપનીઓએ ચીનની ચીનનું મૂડીરોકાણ ધરાવતી ફિનટેક કંપનીઓની મદદથી રૂ. 4000 કરોડની લોન આપી અને વ્યાજ પેટે રૂ. 800 કરોડની કમાણી કરી છે. ઇડીએ આ મામલે હૈદરાબાદ સહિત દેશના અન્ય પ્રદેશોમાં ઘણી એનબીએફસી કંપનીઓની તપાસ કરી હતી. આ કંપનીઓ ટૂંકા ગાળાની ઝડપી ઓનલાઇન લોન આપી હતી અને બદલામાં લોન લેનાર પાસેથી તગડું વ્યાજ વસૂલતી હતી. ઇડીએ મનીલોન્ડરિંગ એકેટ હેઠળ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 265 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
ઇડીએ તપાસમાં નોંધ્યુ કે, ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ ધરાવતી ઘણી ફિનટેક કંપનીઓએ આ એનબીએફસી સાથે સંબંધ ધરાવે છે.
ઇડીએ આ દરમિયાન બેંગ્લોરની એક કંપની વિરુદ્ધ કથિત બેન્ક લોન ફ્રોડ સંબંધિત કેસમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાવેરી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના મકાન-ફ્લેટ, પ્લોટ, ખેતીની જમની અને બેન્ક ખાતા ટાંચમાં લેવાનો આદેશ કર્યો છે જેનું કુલ મૂલ્ય અંદાજ રૂ. 40.14 કરોડ જેટલું છે.