- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી : ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટ સ્ટેડિયમોમાં સમાવિષ્ટ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ આગામી ટૂંક સમયમાં બદલાવા જઈ રહ્યું છે. DDCAએ આ અંગેની આધિકારીક જાહેરાત પણ કરી લીધી છે.
દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. DDCAએ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બીજેપીના દિવંગત નેતા અરૂણ જેટલીના નામે કરવાની ઘોષણા કરી છે.
12 સપ્ટેમ્બરે કોટલા સ્ટેડિયમમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે જેમાં સ્ટેડિયમ(પેવેલિયન)નું નામ અરૂણ જેટલીના નામે રાખવામા આવશે.
News Alert: Kotla to be renamed as Arun Jaitley Stadium.
— DDCA (@delhi_cricket) August 27, 2019
In a fitting tribute to its former president Arun Jaitley, @delhi_cricket has decided to name the Stadium after him. Mr Jaitley, who passed away on August 24, was president of the DDCA from 1999 to 2013. @BCCI
જેટલીને સન્માન :
ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ જણાવ્યું કે, જે વ્યક્તિના સંરક્ષણમાં આ સ્ટેડિયમને ફરીથી બનાવવામાં આવ્યું તેના નામ પર સ્ટેડિયમનું નામ હોવા કરતાં વધુ સારૂ બીજું શું હોઇ શકે. રજત શર્માએ વધુમાં જણાવ્યું કે, તે અરૂણ જેટલીનું સમર્થન અને પ્રોત્સાહન જ હતું જેના કારણે ટીમ ઇન્ડિયાને વિરાટ કોહલી,વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, આશીષ નેહરા અને ઋષભ પંત જેવા ખેલાડી મળ્યાં.
મહત્વનું છે કે પૂર્વ નાણા મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 24 ઓગસ્ટે લાંબી બિમારી બાદ દિલ્હી ખાને નિધન થયું. તેઓ પાછલા ઘણા સમયથી બિમાર હતા. તેમણે દિલ્હી ખાતે એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં. જેટલી ફક્ત 66 વર્ષના હતાં અને તે એમ્સમાં 9 ઓગસ્ટથી દાખલ હતા. જેટલીએ એમ્સમાં જ સંન્યાસ લીધો અને રવિવારે પંચતત્વમાં વિલિન થઇ ગયા.
News Alert: Kotla to be renamed as Arun Jaitley Stadium.
— DDCA (@delhi_cricket) August 27, 2019
The renaming of Delhi's famous cricket venue as Arun Jaitley Stadium will take place on September 12 at a function where a Stand of the ground will be named after India captain Virat Kohli.