- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
india-news
|
March 26, 2020, 1:25 PM
| updated
March 29, 2020, 12:05 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ કોરોના વાયરસ કટોકટી અને આર્થિક અસરો સામે લડવા માટે દેશના નાણાંપ્રધાન નિર્મલા સિતારમન આજે આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. નાણાંપ્રધાને વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ રૂ. 1.70 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં કોરોના વાયરસ અંગેના ડોક્ટરો - હેલ્થ વર્કરો, ખેડૂતો, બાંધકામ મંજૂરો, મહિલાઓ- દિવ્યાંગ લોકો. અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓ, ગરીબ લોકોને આવરી લીધા છે. નબળાં વર્ગના લોકોને નાણાંકીય સહાયથી લઇને અન્ન સહાય પુરી પાડવાનો પ્રયાસ કર્યો.
કોરોના વાયરસની મહામારી વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકીનો કામગીરી કરનાર દેશના હેલ્થ વર્કરો માટે 50 લાખના વીમા કવચની જાહેરાત કરી છે.
જો કે ઉદ્યોગ જગત માટે કોઇ મોટા રાહત પેકેજની જાહેર ન થતા કોર્પોરેટ સેક્ટર નિરાશ...
- નાણામંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી
- લોકડાઉન બાદથી સરકાર ગરીબો માટે કામગીરી કરી રહી છે. કોરોના પ્રભાવિતો માટે 50 લાખના વીમાની પણ જાહેરાત કરાઈ છે.પીએમ ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબોને લાભ થશે.
- આગામી બે મહિના દરમિયાન સંગઠિત ક્ષેત્રમાં જ્યાં 100થી ઓછા કર્મચારી છે અને જેનો પગાર 15 હજાર કે તેનાથી ઓછો છે તેમના બે મહિના સુધીના પીએફની રકમ સરકાર જમા કરશે. પીએફમાં 12 ટકા રકમ કંપની અને 12 ટકા રકમ કર્મચારી દ્વારા યોગદાન આપવામાં આવે છે. આ રીતે 24 ટકા રકમ સરકાર ભરશે. તેમાં 4 લાખથી વધુ સંસ્થાઓના કર્મચારીઓને લાભ મળશે.
- દેશના સ્વાસ્થય કર્મીઓ માટે 50 લાખના વીમાની સરકારે જાહેરાત કરી, દેશના 20 લાખ હેલ્થ વર્કરોને મળશે આ વીમાનો લાભ
- નિર્મલા સીતારમને કહ્યું છે કે ગરીબો સુધી મદદ પહોંચાડવી એ જરૂરી છે.
- ગરીબોને ભોજન અને નાણાં બંનેની મદદ મળી રહેશે. સફેદ કપડાંમાં ભગવાન છે સ્વાસ્થ્ય કર્મીઓ.
- આગામી 3 મહિના માટે ગરીબોને મફતમા ભોજન અપાશે.
- પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ 5 કિલો વધારે ધઉં અને ચોખા આગામી 3 મહિના સુધી મળશે. આ યોજનાનો ફાયદો 80 કરોડ લોકોને મળશે. એક કિલો કઠોળ પણ ફ્રીમાં અપાશે.
- વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોને વધારાના 1000 રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે. ત્રણ કરોડ વિધવા અને દિવ્યાંગોને તેનો લાભ મળશે. આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના ખાતામાં જશે.
- 20 કરોડ મહિલા જનધન અકાઉન્ટ હોલ્ડરને વધારાના 500 રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે જેથી તેમને ઘરના કામકાજમાં સહાયતા મળે.
- ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. 8 કરોડથી વધુ મહિલાઓને ફાયદો થશે.
- મનરેગામાં મજૂરી કરતા મજૂરો માટે રોજની મજૂરી 182 રૂપિયાથી વધારી 202 રૂપિયા કરી દેવાઈ છે. પીએમ કિસાન યોજના, કિસાન સન્માન નીધિ યોજના હેઠળ 8 કરોડ 70 લાખ ખેડૂતોને ફાયદો મળશે. 2 હજાર રૂપિયાનો હપતો એપ્રિલના પ્રથમ મહિનામાં જ ટ્રાન્સફર કરી દેવાશે.
Read More:
Economic Package
Coronavirus
India Lockdown
MNREGA Workers
Pf Contribution
Nirmala Sitharaman
Covid 19
Ujjawala Yojana
PM Kisan Scheme
LPG Gas
Construction Workers
Web Title: Coronavirus Crisis : Nirmala Sitharaman announces Rs 1.7 lakh crore relief package
Latest