- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ, તા.12
કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓએ ફરી વિવિધ પાર્ટ્સ અને ઇક્વિપમેન્ટની અછતનો સામનો કરવા માટે સજ્જ રહેવુ પડશે, કારણ કે ચીને તેની ઝીરો કોવિડની વ્યૂહરચનાને કારણે લોકડાઉન લંબાવ્યું છે.
કોરોના મહામારીને ડામવા ઝીરો કોવિડ સ્ટ્રેટેજી અને લોકડાઉનના નિર્ણયથી ભારતીય બજારમાં તૈયાર ઇલેક્ટ્રિક પ્રોડક્ટની સપ્લાય પ્રભાવિત થશે અને તેની અસર દિવાળી બાદ અનુભવાશે.
જ્યારથી કોરોના મહામારી ત્રાટકી છે ત્યારથી મોટાભાગની ચીજવસ્તુઓની સપ્લાય ચેઇનમાં મોટો વિક્ષેપ પડ્યો છે અને કિંમતો વધી છે. વ્હાઈટ ગૂડ્ઝના મેન્યુફેક્ચરિંગમાં વપરાતા 25થી 75 ટકા પાર્ટ્સ ચીનમાંથી આયાત કરાય છે, જેમાં સૌથી વધારે એર-કન્ડિશનરના 75 ટકા જેટલા પાર્ટ્સ ત્યાંથી મંગાવાય છે.
હાલ તો કંપનીઓએ તહેવારોની સિઝન પહેલા પાર્ટ્સનો સ્ટોક કરી લીધો છે પરંતુ તહેવારોની સિઝન પછી તેની અછત વરતાશે અને જો ચીન તેની ઝીરો કોવિડની રણનીતિ ચાલુ રાખશે તો ઉનાળાની સીઝન માટેના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્ટ્સના પ્રોડક્શન પર તેની અસર થશે.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્ટ બનાવતી અગ્રણી કંપનીઓના અધિકારીઓનું કહેવુ છે કે, અમે સપ્ટેમ્બર અને ઓક્ટબર મહિના માટેનો સ્ટોક કરી લીધો છે. સપ્લાય ચેઇનની સમસ્યા અને ચીનના લોકડાઉનને કારણે પોતાની ખરીદીની રણનીતિમાં ફેરફાર કરી ઘણી કંપનીઓએ કન્ઝ્યુમર પ્રોડક્ટ માટે જરૂરી પાર્ટ્સનો સ્ટોક ઉભો કર્યો છે.
સૌથી મોટી ચિંતા ઉનાળાની સીઝનની છે કારણ સપ્લાય થવામાં વધારે વિલંબ થશે. અગાઉ કંપનીઓ બે મહિનાની ઇન્વેન્ટરી સાથે ખરીદી કરતી હતુ પરંતુ હવે મહામારી બાદ તેઓ છ મહિનાનો જથ્થાબંધ ઓર્ડર આપે છે. ભારતમાં માંગ છે પરંતુ સપ્લાય ચેઈનની સતત સમસ્યા છે.