- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : સરહદ પર પહેલા તનાવ વધાર્યા બાદ હવે ચીને અચાનક મિત્રતા દેખાડવા માંડી છે.ચીનના બદલાયેલા તેવર આશ્ચર્યજનક છે.
ચીને હવે ભારતમાં બ્રિક્સ દેશોનુ સંમેલન યોજવા માટે સમર્થન જાહેર કર્યુ છે.જો આગામી મહિનાઓમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સંમલેનમાં ભાગ લેવા માટે ભારત પણ આવી શકે છે.આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત પણ થાય તેવી શક્યતા છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, ચીન બ્રિક્સ સંગઠનને બહુ મહત્વ આવે છે અને તે બ્રિક્સના દેશો વચ્ચે સહયોગને વધારે મજબૂત બનાવવા માંગે છે.ભારતમાં આ વર્ષે બ્રિક્સનુ સંમેલન યોજાય તેનુ ચીન સમર્થન કરે છે.ચીન અર્થતંત્ર, રાજનીતિ અને માનવતાની પહેલને વધારે મજબૂત રવા માંગે છે.
વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે બ્રિક્સ વિશ્વમાં ઉભરતુ બજાર ધરાવતા અ્ને વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ કરવા માટેનુ સંગઠન છે.બ્રિકસ દેશો વચ્ચેની એકતા છેલ્લા કેટલાક વર્ષથી વધી રહી છે અને તેનો પ્રભાવ પણ વધી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બ્રિકસમાં જોડાયેલા દેશોમાં ભારત, ચીન, સાઉથ આફ્રિકા , રશિયા અને બ્રાઝિલનો સમાવશ થાય છે.આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા ભારત પાસે છે અને આ વર્ષનુ સંમેલન ભારતમાં યોજાશે.