- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : પાવર સાધનો બનાવતી, કન્ઝયુમર ડ્યુરેબલ ક્ષેત્રની દિગ્ગજ કંપની ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ પાવર અને ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશના બોર્ડે કોર્પોરેટ ગવર્નન્સ અને કથિત ભ્રષ્ટાચારના આક્ષેપનોએ કારણે કંપનીના ચેરમેન ગૌતમ થાપરને પદભ્રષ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
કાયદાકીય સંસ્થા દ્વારા નાણાંકીય ગેરરીતિના આક્ષેપોને કારણે બોર્ડે આજે થાપરને તેમના ચેરમેન પદ પરથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.
કંપનીની વર્તમાન સ્થિતિ અને પડી રહેલ હાલાકી તથા 19મી ઓગષ્ટ, 2019ના રોજ કંપનીએ બીએસઈને આપેલ માહિતીને આધારે આજે યોજાયેલ બોર્ડ બેઠકમાં સર્વાનુમતે ગૌતમ થાપરને બોર્ડના ચેરમેન પદેથી દુર કરવાનો નિર્ણય કર્યો છે, તેમ સીજી પાવરે નિવેદનમાં જણાવ્યું છે.
CG પાવરના મુખ્ય સ્ટેકહોલ્ડર્સ યસ બેંક,KKR, ભારતી(SBM) હોલ્ડિંગ, બિરલા MF, HDFC મ્યુચ્યુઅલ ફંડ, L&T ફાઇનાન્સ અને ફ્રેન્કલિન ટેમ્પલટન સહિતના રોકાણકારો તરફથી થઈ રહેલ વિરોધને જોતાં થાપરની કુર્સી જવી લગભગ નિશ્ચિત જ હતુ.
આ અગાઉ 10મી મેના તોજ બોર્ડે કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર કે એન નિલકંઠને ફરજિયાત રજા પર મોક્લ્યા હતા કારણકે તપાસમાં તેમનું નામ પણ સામે આવ્યું હતુ.
સ્થાપક અને પ્રમોટર થાપર પાસે સીજી પાવરના 62.6 કરોડ શેર છે પરંતુ, તેમાંથી માત્ર 8574 શેર જ વેચી શકે તેવી સ્થિતિમાં છે કારણકે તેઓએ કંપની માટે પૈસા એકત્ર કરવા તેમણે પોતાના શેર અને અન્ય જામીનગીરીઓ લેણૅદારો પાસે ગીરવે મુકી હતી.
કંપનીએ રીલેટેડ અને અનરીલેટેડ પક્ષકારો પાસેથી 31મી માર્ચ, 2018ના રોજ અનુક્રમે 1990 કરોડ અને 2806 કરોડ લેવાના બાકી નીકળતા હતા,જે એક વર્ષ અગાઉ એટલેકે 1લી એપ્રિલ, 2017ના રોજ અનુક્રમે 1480 કરોડ અને 1331 કરોડ જ હતા. એક જ વર્ષમાં બહારના પક્ષકારોને આપેલ રકમમાં થયેલ આ મસમોટો વધારો કંપનીની કામગીરી અને મેનેજમેન્ટની નીતિ પર સવાલો ઉભા કરે છે.
કંપનીની અને સમૂહની કુલ દેવાદારી 1લી એપ્રિલ, 2017ના 601 કરોડ અને 402 કરોડના અનુક્રમેથી વધીને 31મી માર્ચ, 2018ના રોજ 1053 કરોડ અને 1608 કરોડ થયા છે.