- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : ફાર્મા કંપની બાયોકોનની પેટાકંપની બાયોકોન બાયોલોજિક્સ અને જોઇન્ટ ડ્રગ્સ કન્ટ્રોલ સામે લાંચનો કેસ નોંધાયો છે અને આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
આ કેસની વિગત મુજબ સીબીઆઇ એ જોઇન્ટ ડ્રગ્સ કન્ટ્રોલર ઇશ્વર રેડ્ડીની બાયોકોન બાયોલિજિક્સની નવી દવાના ક્લિનિકલ ટ્રાયલમાંથી માફી આપવા માટે કથિત રીતે રૂ. ચાર લાખની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં એક ખાનગી કંપની સિનર્જી નેટવર્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર દિનેશ દુઆની પણ ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સીબીઆઇએ લાંચ લેવાની જાણકારી મળ્યા બાદ ઉપરોક્ત બંને વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે. અધિકારીએ જણાવ્યુ કે, એક ઇનપુટના આધારે છેલ્લા એક મહિનાથી તપાસ ચાલી રહી હતી. સોમવારે દરોડા દરમિયાન દિનશ દુઆ બાયોકોન બાયોલોજિક્સ તરફથી ડ્રગ્સ કન્ટ્રોલર ઇશ્વર રેડ્ડીને રૂ. 4 લાખની લાંચ આપતા પકડાયા છે. આમ તો રેડ્ડીએ રૂ. નવ લાખની લાંચ માંગી હતી.
સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યુ કે, ડ્રગ્સ કન્ટ્રોલર ઇશ્વર રેડ્ડીઝ પર બાયોકોન બાયોલોજિક્સના ઇન્સ્યુલિન એસ્પાર્ટ ઇન્જેક્શનના ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ માફ કરવા માટે લાંચ લેવાનો આરોપ છે.
બાયોકોન બાયોલોજિક્સ એ ભારતીય મહિલા ઉદ્યોગસાહસિક કિરણ મજૂમદાર શોના નેતૃત્વ હેઠળની બાયોકોન ફાર્માની સહાયક કંપની છે. જો કે કંપનીએ આ આરોપોનો ઇન્કાર કર્યો છે.
સીબીઆઇ એ આ કેસમાં અન્ય ત્રણ વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે, જેમાં બાયોકોન બાયોલોજિક્સના એસોસિએટ્સ વાઇસ પ્રેસિડેન્ટ એલ. પ્રવીણ કુમાર, બાયોઇનોવેટ રિસર્ચ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ગુલજીત શેઠી, સીડીએસસીઓના આસિસ્ટન્ટ ડ્રગ ઇન્સ્પેક્ટર અનિમેશ કુમાર સામેલ છે. સીબીઆઇએ ઉમેર્યુ કે, બાયોકોન બાયોલોજિક્સના રેગ્યુલેટરીનું કામ ગુલજીત શેઠી સંભાળે છે અને બિઝનેસ ડિલિંગનું કામ સિનર્જી નેટવર્ક પાસે છે.