- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ ઉજ્જવલા સ્કીમ ગરીબ ભારતીય કુટુંબોને રાંધણગેસનું જોડાણ મફતમાં આપે છે. ભારતીય વડાપ્રધાન હવે આ કાર્યક્રમને તેમના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં બીજા 80 લાખ ઘરોને આ જોડાણ આપવાનું ધ્યેય બનાવ્યું છે.
ગરીબી રેખા હેઠળના કુટુંબોની મહિલા સભ્યના નામે આ જોડાણ અપાય છે, જેથી તેઓ કોલસાના બદલે રાંધણ ગેસનો ઉપયોગ કરે. આ કાર્યક્રમને પહેલી મે 2016ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને તા 7.2 કરોડ ઘરોને આવરી લેવાયા છે. તેનો મુખ્ય લક્ષ્યાંક 8 કરોડ ઘરોનો હતો અને સરકાર હવે તેને પ્રથમ 100 દિવસમાં આવરી લેવા માંગે છે.
ગયા વર્ષે લેવાયેલા કેબિનેટ નિર્ણયના પગલે બધા ગરીબ કુટુંબોને આગામી મહિનાઓમાં આવરી લેવામાં આવતા બીજા એકથી બે કરોડ નવા એલપીજી જોડાણો આપવામાં આવશે. હજી પણ ભારતના પાંચથી છ ટકા લોકો પાસે એલપીજીનું ગેસ નથી. સરકારના આ પગલાને ઘણાએ વખાણતા તેને પરિવર્તનકારી પગલું ગણાવ્યું છે, પરંતુ તે પગલું અડધું જ હોવા બદલ ટીકા પણ થઈ છે.
ગરીબ લોકો એલપીજી જોડાણ તો લે છે, પરંતુ તેમના માટે એલપીજી સિલિન્ડર ઘણા મોંઘા છે. તેના લીધી પછીના તબક્કામા તેઓ રિફિલ માટે આવે તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હાલમાં એલપીજી સિલિન્ડર 600થી 650 રૂપિયામાં પડે છે. આ ભાવ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા શહેરોનો છે. ઉજ્જવલા સ્કીમ હેઠળ સબસિડીના લીધે પ્રતિ સિલિન્ડર ખર્ચ 500થી પણનીચે ગયો છે. આ સબસિડી સીધા લાભાન્વિતના ખાતામાં જમા થાય છે.