- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : વૈશ્વિક સ્તરે પર માંગ વધવાથી કોરોના વેક્સીનની નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ છે. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ અગાઉ જ 20 દેશોને એસ્ટ્રાજેનેકા-ઓક્સફર્ડ વેક્સીન મોકલી આપી છે.બીજી તરફ ભારત બાયોટેક આ અઠવાડિયાના અંત સુધીમાં બ્રાઝીલ અને યુએઈ જેવા દેશોમાં વેક્સીન નિકાસ કરવાની તૈયારી કરી રહયું છે. હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે આઈસીએમઆર સાથે મળીને સ્વદેશી કોરોના વેક્સીન તૈયાર કરી છે અને કંપની હવે આ અઠવાડિયાના અંત સુધીમાં બ્રાઝીલ અને સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોને નિકાસ કરવા માટે તૈયાર છે.
કંપનીએ જાન્યુઆરીના મધ્યમાં સંકેત આપ્યો હતો કે તેણે બ્રાઝિલમાં દવાઓના જથ્થાબંધ વેપારી પ્રેસિસા મેડિકેમેન્ટોસ સાથે કોવેક્સિન સપ્લાય કરવા કરાર કર્યો હતો.બ્રાઝિલની રેગ્યુલેટર નેશનલ હેલ્થ સર્વેલન્સ એજન્સી (એએનવીએ) દ્વારા બજાર વેચાણને મંજૂરી મળ્યા બાદ સપ્લાય શરૂ કરવાનો હતો. ભારત બાયોટેકે પુષ્ટિ કરી છે કે બ્રાઝિલને રસી સપ્લાય આ અઠવાડિયાના અંત સુધીમાં શરૂ થશે.
આ ઉપરાંત કંપની નજીકના ભવિષ્યમાં ફિલિપાઇન્સ અને અન્ય દક્ષિણ એશિયાના દેશોને પણ વેક્સીનની સપ્લાય કરવા માટે તૈયાર છે. બીજી તરફ સીરમ ઇન્સ્ટિટ્યૂટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ અગાઉથી જ બ્રાઝીલ,દક્ષિણ આફ્રિકા,ભૂટાન,નેપાળ,બાંગ્લાદેશ,સેશેલ્સ,માલદીવ,મોરિશિયસ જેવા 20 દેશોને આશરે 3 કરોડ ડોઝનો સપ્લાય પૂરો પાડ્યો છે.આ ઉપરાંત ભારત સરકારે ભારત બાયોટેકને 45 લાખ ડોઝનો સપ્લાય કરવા માટે પત્ર પણ લખ્યો છે.