- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ :ભારતીય રિઝર્વ બેન્ક( RBI) એક નિયમ પર વિચાર કરી રહ્યા છે જે મુજબ કોઇ બેન્ક કે સંસ્થાપકના ચીફ એગ્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અથવા ફુલ ટાઇમ ડાયરેક્ટરના રૂપમાં કાર્યકાળ વધુમાં વધુ 10 વર્ષ સુધી સીમીત રાખવાનો પ્રસ્તાવ છે.આરબીઆઇએ કોર્પોરેટ ગવર્નેસનો માપદંડ નક્કી કરવા માટે એક ડીસ્કશન પેપર ગુરૂવાર રજુ કર્યુ છે.આમાં પ્રાસ્તાવિક વિષયે કાનુની સ્વરૂપ લઇ લીધુ તો કોટક મહિન્દ્રાના સંસ્થાપક ઉદય કોટકને ભારે ઝટકો લાગશે,કારણકે ઉદય કોટક 2003 થી કોટક મહિન્દ્રા બેન્કની સ્થાપના થઇ ત્યારથી તેઓ કંપનીના સીઇઓ છે
ન્યુઝ એજન્સી બ્લુમ્બર્ગના અમુક વિશ્લેષક અહેલોમાં જણાવામાં આવ્યુ કે આરબીઆઇની નવી નીતિ(જો પ્રસ્તાવ કાયદો બન્યો તો)સૌથી મોટો ઝટકો ઉદય કોટકને લાગશે કારણકે ઉદય કોટને કંપનીમાં સીએઓ તરીકે 17 વર્ષ પુરા થઇ ગયા છે,આનો સીધો અર્થએ છે કે કાનુન બને તો ઉદય કોટકને 2022 કે 2023માં પોતાનુ પદ છોડવુ પડે
રિઝર્વ બેંકે શું કહ્યું?
આરબીઆઈએ તેના ચર્ચાપત્રમાં જણાવ્યું છે કે 'જ્યાં મેનેજમેન્ટ કોઈ બોર્ડના એજન્ટની ભૂમિકા ભજવે છે અને બદલામાં બોર્ડ શેરધારકોના એજન્ટની ભૂમિકા ભજવે છે, ત્યાં સંસ્થાનુ પ્રશાસન એટલું ખરાબ થઈ જાય છે કે સંસાધનોની ફળવણીમાં ભારે ગળબળ થવા લાગે છે.અને જમાકર્તાઓના હિતને ભારે નુક્સાન થાઇ છે.અને નાણાકિય સ્થિરતાના પ્રબંધનને ભારે ઝટકો લાગી શકે છે
બેંકોની બેંકે કહ્યું કે તે તેના સ્થાપક સીઈઓની વર્તમાન કાર્યકાળની સમાપ્તિ સુધી અથવા નવી માર્ગદર્શિકા લાગુ થયાના બે વર્ષમાં, ત્યાં સુધી બેન્કોને નવા પ્રમુખની પસંદગી કરવાની મંજૂરી આપશે. નિયમ મુજબ, જે પછીથી આવશે, તે જ લાગુ થશે. સીઇઓ તરીકે ઉદય કોટકની વર્તમાન કાર્યકાળ ડિસેમ્બર 2020 માં સમાપ્ત થાય છે.
આ બેંકોના સીઈઓ પર પણ પ્રભાવ?
સૂચિત નિયમથી જે બેંકના સીઇઓ પૈકી, બંધન બેંક લિ., આરબીએલ બેંક લિ., ફેડરલ બેંક લિ. અને એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેંક લિ. સમાવેશ થાય છે. તે જ સમયે, આઈસીઆઈસીઆઈ બેંક લિ., એક્સિસ બેંક લિ. અને ઈન્ડસઇન્ડ બેંક લિ. નવા સીઈઓ નિયુક્ત કરાયા છે.
નિયમો ક્યારે લાગુ થશે?
આરબીઆઇએ જણાવ્યું હતું કે નવા નિયમો તેની વેબસાઇટ પર પ્રકાશિત થયાના છ મહિના પછી અથવા 1 એપ્રિલ, 2021 થી અમલમાં આવશે, જે બંને પછીથી આવશે. સેન્ટ્રલ બેંકના પ્રસ્તાવ પર 15 જુલાઈ સુધી સૂચનો મોકલી શકાય છે. આરબીઆઈએ પણ બેંકના સીઇઓની મુદત 15 વર્ષ સુધી મર્યાદિત કરવાની દરખાસ્ત કરી છે, જેઓ બેંકના સ્થાપક નથી. દરખાસ્ત મુજબ, બેંક સીઈઓની નિવૃત્તિની વય 70 વર્ષ સુધી જાળવી રાખવામાં આવશે.
આદિત્ય પુરી એચડીએફસી બેંક લિ. ઓક્ટોબરમાં સીઇઓ પદ છોડવાની જાહેરાત કરી છે જ્યારે તેઓ 70 વર્ષના થઈ જશે. એચડીએફસીએ પુરી પાસેથી પદ સંભાળવા માટે ત્રણ લોકોના નામ આરબીઆઈને મોકલ્યા છે.