- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન જવા રવાના થયા હતા તો આજે 4 વાગ્યે સેન્ટલ યુનિવર્સિટીના પદવીદાન કાર્યકમમાં તેઓ હાજરી આપશે સાથે જ આવતીકાલે મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં પણ હાજર રહેશે તો મોટેરામાં કાર્યક્રમ બાદ દિલ્હી પરત ફરશે.
રાષ્ટ્રપતિનો કાર્યક્રમ
- 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર
- પોરે 12:40 વાગ્યે ગાંધીનગર રાજભવન પોંહચશે
- 04:00 વાગ્યા સુધી લંચ બ્રેક
- 04:30 વાગ્યે મહાત્મા મંદિર
- રાત્રે 09:00 વાગ્યે રાજભવન પરત ફરશે
- 24મી તારીખે તેઓ બપોરે 12:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે
- 01:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે
24મી તારીખે તેઓ બપોરે 12:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે. તેઓ બપોરે 01:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેનાર છે. 24 તારીખના કાર્યક્રમ માટે પોલીસને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે તેની સાથોસાથ કોરોના સંદર્ભે વિશેષ તકેદારી શરૂ કરવામાં આવી છે.