- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
કલોલ : કલોલ શહેરમાં ટ્રાફિકની સમસ્યાએ હદ વટાવી દીધી છે. જેને કારણે પોલીસ દ્વારા બીજા દિવસે પણ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરીને રસ્તા વચ્ચે વાહનો તેમજ લારીઓ ઉભી રાખનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા રેલવે સ્ટેશનથી ટાવર ચોક સુધીના માર્ગ પર ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.
વિગત અનુસાર કલોલમાં આવેલ વેપારીજીન,નવજીવન શોપિંગ સેન્ટર, ખૂની બંગલા ચાર રસ્તા,સ્ટેશન રોડ,ટાવર રોડ,મટવાકુવા જેવા વિસ્તારોમાં ભયંકર હદે ટ્રાફિક થઇ રહ્યો છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરની મધ્યમાં આવેલ બજારમાં તો વાહન લઈને પ્રવેશ કરવો જ માથાનો દુખાવો બની ગયો છે.
અહીં વાહનો પાર્ક કરવાની કોઈપણ સુવિધા ના હોવાને કારણે લોકો રોડ પર જ પોતાના વાહનો પાર્ક કરીને ખરીદી કરવા માટે ચાલ્યા જાય છે. જેથી રોડ પર અન્ય વાહનચાલકોને જગ્યા મળતી નથી અને ટ્રાફિક સર્જાય છે. વધુમાં શાકભાજી તેમજ અન્ય ચીજ વસ્તુઓ વેચતી લારીઓ પણ રોડ પર અડિંગો જમાવીને ઉભી રહેતી હોય છે જેને કારણે આવવા જવાનો માર્ગ અવરોધાય છે. આથી પોલીસે સતત બે દિવસ સુધી રોડ પર પાર્કિંગ કરનારા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી રસ્તા ખુલ્લા કરાવ્યા હતા.