- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : કોરોના કેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે, ઇફકોએ ખાતરના ભાવમાં કમરતોડ વધારો કર્યો છે. ડીએપી ખાતરની બેગ પર રૂા.૭૦૦ સુધી ભાવ વધ્યાં છે જયારે એએસપી ખાતરમાં રૂા.૩૭૫નો ભાવ વધારો થયો છે. એનપીકે ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતો પર મોઘવારીનો માર પડયો છે.હવે ખેડૂતો માટે ખેતી કરવી ય મોંઘુ બન્યુ છે..
એક બાજુ, ખેડૂતો વિજળી,પાણી સહિત અનેક સમસ્યાથી પિડીત છે.કોરોનાના કેર વચ્ચે ખેત મજૂરોની ખેંચ વર્તાઇ રહી છે. આ ઉપરાંત ખેતપેદાશોના પુરતા પોષણક્ષમ ભાવો મળતા નથી ત્યાં ખાતરના ભાવમાં કમરતોડ વધારો થયો છે.
ગુજરાત કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો હતોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે જ ખાતરનો ભાવવધારો કરી દેવાયો હતો પણ ખુદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આ વાતને નકારીને ખેડૂતોને અંધારામાં રાખ્યા હતાં. તા.૧લી એપ્રિલથી ખાતરના ભાવવધારો અમલ કરી દેવાયો છે તેમ છતાંય ગુજરાતમાં ઇફકોએ તા.૬ એપ્રિલે પત્ર જાહેર કર્યો છે.
આમ, ખાતરના ભાવ વધારો થતાં ખેડૂતોના ખિસ્સા પર આર્થિક ભાર વધ્યો છે.