- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદ : ગુજારત રાજ્યમાં જીવેલણ કોવિડ-19 વાયરસનું સંક્રમણ ચિંતાજનક ઝડપે વધી રહ્યુ છે અને તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી કડક નિયંત્રણો લાદાય છે. નવા નિયંત્રણોમાં મુખ્ય મહાનગરોમાં રાત્રી કરફ્યુના સમયમાં વધારો, શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, તમામ મોટા જાહેર કાર્યક્રમો બંધ રાખવાની ઘોષણા કરી છે.
ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, ફરી 5400 નવા કેસ...
- રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 5396 કેસ
- અમદાવાદમાં સૌથી વધુ 2281 કેસ
- સુરત શહેરમાં 1350, સુરત ગ્રામ્ય 102 કેસ
- વડોદરામાં 239 કેસ રાજકોટમાં 203
- આણંદમાં 133, વલસાડમાં 142
- ખેડામાં 104, કચ્છમાં 92, ગાંધીનગરમાં 91
- છેલ્લા 24 કલાકમાં 1158 લોકો ડિસ્ચાર્જ
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 18583
- રાજ્યમાં કોરોનાથી 1 દર્દીનું મોત
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,49,762
- રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,21,541
- રાજ્યમાં ઓમિક્રોનના એકપણ કેસ નહીં
રાત્રી કરફ્યુનો સમય વધાર્યો...
રાજ્ય ના 10 શહેરોમાં રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યું રખાયો ધોરણ 1થી 9નું ઓફલાઈન શિક્ષણ બંધ રખાશે.8 મહાનગરો સાથે નગરપાલિકા આણંદ અને નડીયાદમાં પણ રાત્રિનાં 10થી 6 કરફ્યુ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ દુકાનો માત્ર રાત્રીના 10 વાગ્યા સુધી જ ખુલ્લી રખાશે તો બીજી તરફ હોટલ્સ, રેસ્ટોરેન્ટ, કાફે સહિતની ખાણીપીણીની દુકાનો રાત્રે 10 વાગ્યા સુધી ઓપન રાખવાની મંજૂરી સાથે 75 ટકાની ક્ષમતા સાથે જ ઓપન રાખી શકાશે. હોટલ અને રેસ્ટોરેન્ટ રાત્રિના 11 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકશે.
31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી 9માં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ લગ્નમાં મહત્તમ 400 લોકોને પરવાનગી આપવામાં આવી છે, ઓફલાઈન શિક્ષણનો પણ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
વાંચો લો નવા નિયંત્રણો...