- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
gujarat-samachar-news
|
January 13, 2021, 1:11 PM
| updated
January 15, 2021, 1:20 PM

www.vyaapaarsamachar.com
અમદાવાદઃ કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે. જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-6માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંબંધિત તમામ અપડેટ...
ગુજરાતમાં કોરોના વાયરસની 13 જાન્યુઆરીની અપડેટ્સ...
ગુજરાતમાં 200 દિવસ બાદ પ્રથમવાર 600થી ઓછા નવા કોરોના કેસ
- ગુજરાતમાં જુલાઇ બાદ પ્રથવાર બુધવારે 600થી ઓછા નવા કોરોના કેસ નોંધાયા, અત્યાર સુધી 2.42 લાખ દર્દીઓ સાજા થયા
- ગુજરાતમાં 200 દિવસ બાદ પ્રથમવાર 600થી ઓછા નવા કોરોના કેસ
- ગુજરાતમાં 13મી જાન્યુઆરી, 2021ના રોજ 583 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- રાજ્યમાં છેલ્લે 27 જૂનના રોજ 600થી ઓછા નવા કોરોન કેસ આવ્યા હતા.
- આ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2,53,744 થઇ
- આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 4 લોકોએ જીવ ગુમાવ્યો
- રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,354 થયો
- હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો
- રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા પણ 7300ની નીચે ગઇ
- હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને હાલ 7226 થઇ ગઇ છે, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ, હાલ 56 દર્દીઓ વેન્ટિલેટર પર
- તો બીજી બાજુ સારવાર બાદ 792 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
- અત્યાર સુધી રાજ્યમાં કોરોના મુક્ત થનાર દર્દીઓનો આંકડો 2.42 લાખને વટાવી ગયો
- રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 95.44 ટકા થયો
રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ
- કુલ પોઝિટિવ કેસઃ 2,53,744
- કુલ એક્ટિવ કેસઃ 7,226
- કુલ મૃત્યુઆંકઃ 4354
- કુલ સાજા થયેલા દર્દીઃ 2,42,164
- ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 4,77,229
હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થવાની શક્યતા, ટૂંકમાં લેવાશે નિર્ણય
- રાજ્યમાં ધોરણ 10-12 તેમજ કોલેજના છેલ્લા વર્ષના વર્ગો શરૂ થયા
- હવે રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થવાની શક્યતા
- આ મુદ્દે ટૂંક સમયમાં રાજ્ય સરકાર લેશે નિર્ણય
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોરણ 9 અને 11ના વર્ગો 20 જાન્યુઆરી આસપાસ શરૂ થવા સંભવ
- તારીખ 18 જાન્યુઆરીએ CBSEની સ્કૂલો શરૂ થયા બાદ સરકાર ધોરણ 9 અને ધોરણ 11 માટે કરી શકે છે જાહેરાત
- તો વળી પ્રાથમિક સ્કૂલ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવા સંભવ
- પ્રાથમિક શાળા શરૂ થયા બાદ ધોરણ 1થી 5ની શાળા શરૂ થવાની શક્યતા
રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ
- કુલ પોઝિટિવ કેસઃ 2,53,161
- કુલ એક્ટિવ કેસઃ 7,439
- કુલ મૃત્યુઆંકઃ 4350
- કુલ સાજા થયેલા દર્દીઃ 2,41,372
- ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 4,73,832
Read More:
Coronavirus In Gujarat
Coronavirus Positive Case
Coronavirus Deaths
Ahmedabad
Surat
Rajkot
Covid Hospitals
Coronavirus Test
Coronavirus Vaccine
Covid 19 Vaccine
Web Title: Gujarat Coronavirus outbreak Live Updates for January 13, 2021
Latest