- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ઘટી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક નવા કેસ ઘટવાની સાથે-સાથે મરણદર ઘટી રહ્યો છે જે ઘણી બાબત છે. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યમાં પણ ઘટી રહી છે. રાજ્ય રાજ્ય સરકાર દ્વાર ફેબ્રુઆરી માટે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં 4 મુખ્ય શહેરોમાં રાત્રી કરફ્યુ લંબાવવાની સાથે-સાથે રાત્રી કરફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે.
આ સાથે સમગ્ર ભારત દેશમાં 16મી જાન્યુઆરીથી કોરોના વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે અને હાલ રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.. કોરોના વાયરસની વેક્સીન સૌપ્રથમ કોરોના વોરિયર્સ એટલે કે, ડોક્ટરો- હેલ્થ વર્કર્સ, આરોગ્ય કર્મચારીઓ વગેરે આપવામાં આવશે. આથી ગુજરાતમાં પણ કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. તો ચાલો જાણીયે ગુજરાતમાં કોરોના વાયરસના કેસો અને રસીકરણ સંબંધિત તમામ અપડેટ...
ગુજરાતમાં કોરોના વાયરસની 22 ફેબ્રુઆરીની અપડેટ્સ...
ગુજરાતમાં 22 દિવસ બાદ સૌથી વધુ 315થી નવા કોરોના કેસ
- ગુજરાતમાં 22 ફેબ્રુઆરી, 2021ના રોજ 315 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- સોમવારના નવા કોરોના કેસ ફેબ્રુઆરી મહિનાના સૌથી વધુ
- આ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2,67,419 થઇ
- કોરોના સંક્રમણથી ગુજરાતમાં આજે અમદાવાદમાં દર્દીનું મોત થયુ
- રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,406 થયો
- આજે રાજ્યમાં 10 જિલ્લામાં એક પણ નવો કોરોન કેસ નોંધાયો છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોડા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લો શામેલ
- હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો
- રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 1700ને પાર
- હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને હાલ 1732 થઇ ગઇ છે, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ, હાલ 30 દર્દીઓ વેન્ટિલેટર પર
- તો બીજી બાજુ સારવાર બાદ 272 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
- અત્યાર સુધી રાજ્યમાં કોરોના મુક્ત થનાર દર્દીઓનો આંકડો 2.61 લાખને વટાવી ગયો
- રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.70 ટકા થયો
ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ ફરી વધ્યુ
- પડોશી રાજ્યોમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાત સરહદે ચેકપોસ્ટ ઉભી કરાઇ
- મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવતા લોકોનું ગુજરાત સરહદે સ્કીનિંગની વ્યવસ્થા ઉભી કરાઇ
- ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં રેલવે સ્ટેશનો પર સ્કીનિંગ હાથ ધરાશે
- ઉપરાંત રાજ્યના તમામ એરપોર્ટ પર સ્થાનિક અને વિદેશી મુસાફરોનું પણ સ્કીનિંગ કરવામાં આવશે
- સ્કીનિંગ દરમિયાન જો કોઇ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાશે તો આવશ્યક સારવાર અપાશે
- કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા વધારાઇ, વધુમાં વધુ ટેસ્ટિંગ બુથ ફરી કાર્યરત કરાયા
- ILI/ SARIના કેસોનું સર્વેલન્સ સુદ્રઢ કરાશે
ગુજરાતમાં કુલ 8.13 વ્યક્તિઓને કોરોના રસી મૂકાઇ
- ગુરજાતમાં કોરોના રસીકરણની કામગીરી પુરજોશમાં
- ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 8,13,582 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો
- તો 67,300 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ
રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ
- કુલ પોઝિટિવ કેસઃ 2,67,419
- કુલ એક્ટિવ કેસઃ 1,732
- કુલ મૃત્યુઆંકઃ 4,406
- કુલ સાજા થયેલા દર્દીઃ 2,61,281