- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
gujarat-samachar-news
|
April 07, 2021, 12:51 PM
| updated
April 08, 2021, 9:17 AM

www.vyaapaarsamachar.com
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક નવા કેસ વધવાની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યમાં પણ વધી રહી છે જે ચિંતાજનક બાબત છે. આ સાથે રાજ્યના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યમાં 1લી એપ્રિલથી કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો પણ શરૂ થશે. તો ચાલો જાણીયે ગુજરાતમાં કોરોના વાયરસના કેસો અને રસીકરણ સંબંધિત તમામ અપડેટ...
ગુજરાતમાં કોરોના વાયરસની 07 એપ્રિલની અપડેટ્સ...
ગુજરાતમાં કાળમુખો કોરોના 22 લોકોને ભરખી ગયો, રેકોર્ડ 3575 કેસ
- ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્, ફરી નોંધાયા 3500થી વધુ રેકોર્ડ બ્રેક કેસ
- ગુજરાતમાં 07 માર્ચ, બુધવારના રોજ 3575 નવા કોરોના કેસ નોંધાયા
- આ સાથે ગુજરાતમાં કોરોના સંક્રમિતોનુ કુલ સંખ્યા વધીને 3,28,453 લાખે પહોંચી
- આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી 22 દર્દીઓના મોત થયા
- જે
- આજે સુરતમાં 10, અમદાવાદમાં 6, બનાસકાંઠા, ભાવનગર, મહીસાગર, મહેસાણા,પંચમહાલ, વડોદરામાં 1-1 દર્દીનું સંક્રમણથી મોત થયુ
- રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,620 થયો
- રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસો ઝડપથી વધતા એક્ટિવ કેસોની સંખ્યા પ્રથમવાર 18,000ની વટાવી ગઇ
- રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હવે વધીને 18,684 થઇ છે, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ, હાલ 175 દર્દીઓ વેન્ટિલેટર પર
- તો બીજી બાજુ સારવાર બાદ 2217 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
- અત્યાર સુધી રાજ્યમાં કોરોના મુક્ત થનાર દર્દીઓનો આંકડો 3.05 લાખને વટાવી ગઇ
- રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 90.90 ટકા થયો
બુધવારે 1,75,660 લોકોને કોરોના રસી મૂકવામાં આવી
- ગુજરાતમાં આજે બુધવારે 1,75,660 લોકોને કોરોના રસી મૂકવામાં આવી
- આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 1,48,111 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 20,656 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો
- રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 71,86,613 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 8,74,677 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ
- આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 80,61,290 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ
- કુલ પોઝિટિવ કેસઃ 3,28,453
- કુલ એક્ટિવ કેસઃ 18,684
- કુલ મૃત્યુઆંકઃ 4,620
- કુલ સાજા થયેલા દર્દીઃ 3,05,149
સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમં દાખલ થયા 600 દર્દીઓ
- અમદાવાદમાં બેકાબૂ બનતા જતા કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલના તમામ રેકોર્ડ તૂટ્યા
- મંગળવારે સિવિલ હોસ્પિટલનીમાં ઓપીડીમાં 600 જેટલા દર્દીઓ આવ્યા, જેમાંથી 259 દર્દીઓ ઇમરજન્સીમાં દાખલ
- અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં અત્યારે 887 દર્દીઓ સારવાર હેઠળ
- બીજી તરફ બારસો બેડની હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી મધર એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ બંધ કરી તેને જૂની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી
- તો મંજુશ્રી કિડની હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે
- 1200 બેડ હોસ્પિટલમાં બેડ વધારવા માટે પણ લેવાયો નિર્ણય
- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા
- સિવિલ હોસ્પિટલમાં કોરોના કહેર વધતા દોડધામ
- ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે. કૈલાસનાથન પહોંચ્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલ
- કોરોના કહેર વધતા અધિકારીઓ દોડતા થયા
- સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર કમિટી સાથે અગત્યની બેઠક બોલાવી
- સિવિલ હોસ્પિટલમાં હાઈ લેવલ બેઠકનો દોર શરૂ થયો
- કોરોના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી
Read More:
Coronavirus In Gujarat
Coronavirus Positive Case
Coronavirus Deaths
Ahmedabad
Surat
Rajkot
Covid Hospitals
Coronavirus Test
Coronavirus Vaccine
Covid 19 Vaccine
Web Title: Gujarat Coronavirus outbreak Live Updates for April 07, 2021
Latest