- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદ: ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે અમદાવાદને સાંકળતી ૮ ફ્લાઇટ કેન્સલ જ્યારે ૧૩ના શેડયૂલ ૧ કલાકથી વધુ સમય માટે ખોરવાયા હતા. બીજી તરફ વારાણસી-અમદાવાદની ફ્લાઇટને લખનૌ ખાતે ડાઇવર્ટ કરવામાં આવી હતી.
વારાણસી-અમદાવાદની ગો એરની ફ્લાઇટ સવારે ૧૧ના વારાણસીથી રવાના થઇ હતી. જોકે, ખરાબ વાતાવરણને કારણે તેને વારાણસી ખાતે ડાઇવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટના તમામ મુસાફરોને લખનૌ ખાતે ફ્લાઇટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા. આમ, આ ફ્લાઇટ તેના નિર્ધારીત સમય કરતાં ૩ કલાક કરતાં વધુના વિલંબ બાદ અમદાવાદ આવી શકી હતી. આ સિવાય અમદાવાદની કુલ ૧૩ ફ્લાઇટના શેડયૂલ ૧ કલાકથી વધુ સમય માટે ખોરવાયા હતા.
જેમાં ગો એરની હૈદરાબાદ-અમદાવાદને સૌથી વધુ ૩.૩૯ કલાક, નાગપુર-અમદાવાદને ૩.૩૫ કલાક, અમદાવાદ-વારાણસીને ૩.૨૦ કલાકનો વિલંબ થયો હતો. સ્પાઇસ જેટની અમદાવાદ-પટણા ૧.૫૨ કલાક, પટણા-અમદાવાદ ૨.૧૦ કલાક, અમદાવાદ-દુબઇ ૧.૨૦ કલાક, અમદાવાદ-દરભંગા ૧.૧૦ કલાક, દરભંગા-અમદાવાદ ૧.૦૫ કલાક, એર ઇન્ડિયાની કંડલા-અમદાવાદ ૧ કલાક, ગો એરની ચંદીગઢ-અમદાવાદ ૧ કલાક મોડી પડી હતી
અમદાવાદની કઇ ફ્લાઇટ કેન્સલ?
ગો એર- અમદાવાદ-લખનૌ, દિલ્હી-અમદાવાદ, જયપુર-અમદાવાદ, અમદાવાદ-લખનૌ,
સ્પાઇસ જેટ- અમદાવાદ-વારાણસી, વારાણસી-અમદાવાદ, અમદાવાદ-જમ્મુ, જમ્મુ-અમદાવાદ