- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદઃ વૈશ્વિક બજારમાં રિકવરી અને નીચા મથાળે ઘરાકી નીકળતા સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. જો કે માંગના અભાવ ચાંદીના ભાવ ઘટ્યા હતા. આજે અમદાવાદ બુલિયન બજારમાં સોનાનો ભાવ માત્ર 100 રૂપિયા વધીને 51400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. આ સાથે બે દિવસમાં સોનાનો ભાવ 200 રૂપિયા સુધર્યો છે. તો બીજી બાજુ ચાંદી 500 રૂપિયા ઘટી હતી અને પ્રતિ 1 કિગ્રાનો ભાવ 66,000 રૂપિયા થયો હતો.
બે દિવસ બાદ આજે વૈશ્વિક બજારમાં કંઇક હલચલ જોવા મળી હતી. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાડા અગિયાર ડોલર વધીને 1855 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદીનો વૈશ્વિક ભાવ નજીવા સુધારે 25.57 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. ટકાવારીની રીતે આજે સોનું માત્ર 0.6 ટકા જ વધ્યુ હતુ જો કે ચાંદી 2.8 ટકા મજબૂત થઇ હતી.
બુલિયન બજારના એક્સપર્ટ્સનું કહેવુ છે કે, અમેરિકન ડોલર નબળો પડવાથી બુલિયનમાં ફરી સુધારો જોવા મળ્યો છે. જો હજી ડોલર ઇન્ડેક્સ તૂટશે તો સોના-ચાંદીના ભાવ વધી શકે છે. આજે ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 10 પૈસા સુધીને 73.15 રૂપિયા થયો હતો.
દેશાવર બજારોની વાત કરીયે તો આજે દિલ્હીના બુલિયન બજારમાં સોનાનો ભાવ 108 રૂપિયા ઘટીને 48877 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદીનો ભાવ 144 રૂપિયા વધીને 65,351 રૂપિયા પ્રતિ કિગ્રા થયો હતો.