- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદ, તા.18
ખાનગી ક્ષેત્રની ગેસ કંપનીઓએ સીએનજી અને પીએનજીના ભાવ ઘટાડતા ઉદ્યોગો અને જાહેર જનતાને કારમી મોંઘવારીમાં એક રાહત મળી છે. તાજેતરમાં ખાનગી ક્ષેત્રની બે કંપનીઓ અદાણી ટોટલ ગેસ અને ટોરેન્ટ ગેસ કંપનીએ સીએનજી અને પીએનજીના ભાવ ઘટાડ્યા છે.
અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિ એસસીએમ રૂ. 4.7 અને પીએનજીના ભાવમાં રૂ. 3.20નો ઘટાડો કર્યો છે. તેવી જ રીતે ટોરેન્ટ ગેસ કંપનીએ સીએનજી અને પીએનજીના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો છે.
તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે શહેરી ગેસ વિતરણ કંપનીઓને ફાળવવામાં આવતા ઘર વપરાશના ગેસની ફાળવણીમાં વધારો કર્યો છે. જેને પગલે સીએનજી અને ઘર વપરાશ માટેના પીએનજી માટે લાગુ પડતી યુનિફાઇડ બેઝ પ્રાઇસ ઘટાડવા કરેલા નિર્ણયને પગલે ખાનગી ગેસ વિતરણ કંપનીઓએ પણ ભાવ ઘટાડ્યા છે.