- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

અમદાવાદઃ વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જયારે ચાંદીના ભાવ મક્કમ છે. ડોલરની નબળાઈ, શેરબજાર ૧૦ સપ્તાહની ઉંચી સપાટીએ અને લોકડાઉન ખુલી રહ્યું હોવાની આર્થિક આશાવાદ છે અને તેના કારણે જોખમી અસ્કામતોમાં ખરીદી જોવા મળી રહી છે અને સેફ હેવન ગણાતી ચીજોમાં વેચવાલી છે. અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી વધી રહી છે પણ અત્યારે તેની અસર નથી. આ ઉપરાંત, વધુ એક કંપનીએ કોરોનાની રસીમાં તેમનું સંશોધન સફળ થઇ રહ્યું હોવાનો દાવો કર્યો હોવાથી પણ જોખમી અસ્કયામતોમાં આકર્ષણ વધેલું છે.
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સામસામે રાહ જોવા મળી રહ્યા છે. સોનાના ભાવ ઘટ્યા હતા તો ચાંદી વધી છે. સોનાનો ઓગસ્ટ વાયદો કોમેક ઉપર ત્યારે ૦.૫૨ ટકા કે ૯.૨૦ ડોલર ઘટી ૧૭૪૪.૩૦ અને હાજરમાં ૦.૪૦ ટકા કે ૬.૮૭ ટકા ઘટી ૧૭૨૫.૦૮ ડોલર પ્રતિ ઔંસ છે. ચાંદી જુલાઈ વાયદો ૧.૦૬ ટકા કે ૧૯ સેન્ટ વધી ૧૭.૮૮ ડોલર અને હાજરમાં ૦.૫૪ ટકા કે ૯ સેન્ટ વહી ૧૭.૩૮ ડોલર પ્રતિ ઔંસ છે.
લોકડાઉનના ખુલ્યા પછી હજુ પણ જવેલર્સ અને બુલિયન માર્કેટમાં કોઈ મોટી ખરીદી જોવા મળી રહી નથી. ખાનગીમાં સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૪૮૧૯૫ અને ચાંદી પ્રતિ કિલો રૂ.૪૯,૦૬૯ની સપાટી ઉપર છે. ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશનના રેફરન્સ રેટ અનુસાર સોનું રૂ.૩૦૧ ઘટી રૂ.૪૬,૭૯૯ થયું હતું. સામે, ચાંદી રૂ. ૫૮૦ વધી રૂ.૪૭,૬૨૫ રહ્યા હતા.